Breaking News

રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો - How to Boost immune System

 શરીર મા રોગપ્રતિકારક શક્તિ હોવી ખુબજ જરૂરી હોય છે. જો તમારા શરીર મા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો આપના શરીરને ઇન્ફેક્શન જલ્દી લાગે છે. શરીર મા જો પૂરતા વિટામિન અને અન્ય જરૂરી તત્વો ના મળી રહે તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને ભવિષ્યમાં શરીર ને ઘણી તકલીફ થવાની શક્યતાઓ રહે છે. આજે આપણે વાત કરીશું કે , કઈ રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય અને આપણી Immune system boost કઈ રીતે કરી શકાય.

ખાટા ફળો થી થતા ફાયદાઓ :

આપના શરીરમાં વિટામિન સી નું ઘણું મહત્વ હોય છે. વિટામિન c આપણા શરીરને એનર્જી આપે છે. આપના રોજીંદા ખોરાકમાં Vitamin C હોવું ખુબજ જરૂરી છે. 


Vitamin C થી થતા ફાયદા :

વિટામિન સી થી રેડ બ્લડ સેલ્સ ના ઉત્પાદન મા ફાયદો થાય છે. આપના શરીરમાં ટિશ્યું ના સમારકામ મા પણ વિટામિન સી ઉપયોગી છે તથા જો આપના શરીરમાં કોઈ પણ સેલ્સ નું નુકશાન થયું હોય તો તેને સુધારવામાં વિટામિન સી ઉપયોગી છે.

Vitamin C યુક્ત ફળો : 

લીંબુ, નારંગી, મોસંબી, કીવી, દ્રાક્ષ, આમળા મુખ્ય ફળો છે જેમાં વિટામિન સી નું પ્રમાણ ખુબજ રહેલું હોય છે.


ઝીંક : ટામેટા, આંબળા, ગાજરનું ઝીંક માટે સેવન કરી શકો છો. ઝીંક એન્ટી ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે. જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે અને અતિ મહત્વનું કાર્ય કરે છે. ઝીંક બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં ખુબજ મદદ કરે છે અને આપણા શરીર ને રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે.


શરીર માટે ઉપયોગી છે પાલક :

પાલક શરીર માટે ખુબજ ઉપયોગી છે. પાલક મા પણ વિટામિન સી હોય છે. એન્ટી ઓક્સિડન્ટ અને ભરપૂર માત્રામાં આયર્ન રહેલું હોય છે. જે શરીર માટે ખુબજ જરૂરી છે. હળદર વાળું દૂધ શરીર માટે ખુબજ ઉપયોગી છે. 


રોગપ્રતિકારક શક્તિ વધારવા હળદર ઉપયોગી :

હળદર શરીર માટે ખુબજ ઉપયોગી છે. કફ અને ગળાના રોગોમાં હળદર ઉપયોગી અને રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ માટે હળદર મહત્વની છે. 


આદુ :

આદુ શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ નું કામ કરે છે. આદુ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. ગળામાં ઇન્ફક્શન હોય કે બેડ કોરેસ્ટ્રોલ હોય તો આદુ ખુબજ ઉપયોગી છે. 


ગળો (ગીલોય) નો ઉપયોગ :

ગિલોય ખુબજ ઉપયોગી છે. ગળો આંખ ની સારવાર મા, અસ્થમા ની સારવારમાં તથા કમળાની સારવારમાં ગળો (ગીલોય) ખુબજ ઉપયોગી છે.


તુલસીના પાન : 

તુલસી દરેક ઘરમાં વધુ ભાગે જોવા મળેજ છે. જે ઔષધિ નું કાર્ય કરે છે. તુલસી ના ઘણા ઉપયોગ છે. તુલસીનો સમાવેશ આપના આયુર્વેદ મા પણ કરવામાં આવ્યો છે. તુલસીમાં એન્ટી ઓક્સિડન્ટ વધુ પ્રમાણમાં હોય છે. શરદી કે ખાસી થાય ત્યારે તુલસી નો ઉપયોગ કરવામાં આવે છે. 


ટિપ્પણીઓ નથી