Breaking News

સરકાર દ્વારા 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારાના નિર્ણયથી પ્રજા,ખેડૂતો તથા બિલ્ડર લોબીમાં નિરાશાનુ મોજુ ફરી વળ્યુ.

 રાજ્યસરકારે જુની જંત્રી મુજબ દસ્તાવેજ નોંધાવવાની મુદત ૧૫મી એપ્રિલ હોવાથી ધસારો થયો છે. તેથી સ્ટેમ્પ રજીસ્ટ્રાર ઓફીસમાં કામકાજનો સમય એક કલાક વધારીને સવારે નવથી કરવામાં આવ્યો છે. તેમજ ૩૭ નાસ્લોટ હતો તેના બદલે ૫૦નો સ્લોટ કરીને ૧૫મી એપ્રિલ સુધી રવિવાર સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. તથા ઝાલાવાડની ઘણી સબરજસ્ટ્રાર કચેરીમાં સર્વર ડાઉન થવાના કારણે કનેકટીવીટી વારંવાર ખોરવાતા

 સબ રજીસ્ટ્રાર કચેરી,વકીલશ્રીઓ તથા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની પણ રાવો ઉઠી રહીછે!

સરકાર દ્વારા 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારાના નિર્ણયથી પ્રજા,ખેડૂતો તથા બિલ્ડર લોબીમાં નિરાશાનુ મોજુ ફરી વળ્યુ.

સરકાર દ્વારા 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરાતા સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન રીયલ એસ્ટેટમાં તથા ખેતીની જમીન ખરીદ વેચાણમા મંદીનું મોજુ ફરી વળ્યું હતું, પરંતુ છેલ્લા વર્ષ 2022માં ફરી રીયલ એસ્ટેટમાં તથા ખેતીની જમીન ખરીદ વેચાણમા તેજીનો દોર જોવા મળ્યો હતો. જેમાં વર્ષ 2021માં થયેલ દસ્તાવેજો કરતા વર્ષ 2022માં દસ્તાવેજોની સંખ્યા અને તંત્રની આવક વધી હતી. ત્યારે તાજેતરમાં સરકારે સમગ્ર રાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો ઝીંક્યો છે અને તા. 15 એપ્રિલ2023થી જંત્રીના ભાવ ડબલ કરી દેવાયા છે. સરકારે છેલ્લે તા. 18-4-2011ના રોજ નવી જંત્રી બહાર પાડી હતી. ત્યાર બાદ 12 વર્ષે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યની મહેસુલી આવક તો વધશે પરંતુ જમીન-મકાનના સોદા કરનારા લોકો પર બોજ પણ વધશે. સરકારના આ નિર્ણયથી પ્રજા,ખેડૂતો તથા બિલ્ડર લોબીમાં નિરાશાનુ મોજુ ફરી વળ્યુછે.