Breaking News

પેઢીઆંબા અંગે નું સોગંદનામાં affidavit અંગેની સવિસ્તાર માહિતી

 પેઢીઆંબા અંગે નું સોગંદનામાં affidavit અંગેની સવિસ્તાર માહિતી

pedhinamu pedhi ambo notary chuda surendranagar zerox


ગુજરાત રાજ્યમાં સરકારી ધારાધોરણ મુજબ સીમ જમીનમાં, મકાનમાં વારસદારોના નામ દાખલ કરવા માટે કે અન્ય કોઈપણ જગ્યાએ જેવા કે બેંક મંડળી વારસાઈ નોંધ તથા જે-તે વ્યક્તિના વારસદારોને કાયદેસર બતાવવા માટે પેઢી આંબાનુ એફિડેવીટ યાને સોગંદનામુ રજુ કરવાની ફરજ પડે છે

શું છે પેટી આંબા અંગેનું સોગંદનામુ  એફિડેવીટ affidavit

   પેઢી આંબા નું સોગંદનામું યાને એફિડેવીટ ખાસ કરીને કોઈપણ વ્યક્તિના વારસદારોને સરકારી ધારાધોરણ મુજબ કાયદેસર વારસદારો કેટલા છે તે બતાવવા માટે પેઢી આંબાનું સોગંદનામુ યાને યાને એફિડેવિટ રજૂ કરવામાં આવે છે. 

ખાસ કરીને પેઢી આંબા નું સોગંદનામું યાને યાને એફિડેવીટ નોટરી રૂબરૂ કરવામાં આવે છે. 

કોણ કરી શકે પેઢી આંબાનું સોગંદનામું

જે વ્યક્તિને પોતાના વારસદારો સરકારી કામ અંગે બતાવવાના હોય તે વ્યક્તિને પોતાનો પોતાનું પેઢીઆંબાનું સોગંદનામુ કરવાની ફરજ પડે છે અથવા કોઈપણ વ્યક્તિના પિતા માતા નૂ અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં તેઓના સીધીલીટીના વારસદારો જેમાં પુત્ર અથવા પુત્રી અથવા પૌત્ર પૌત્રી કે પુત્રવધૂ ને સીધી લીટીના વારસદાર તરીકે પેઢી આંબાનુ સોગંદનામું કરવાને હકદાર બને છે.

પેઢી આંબાના સોગંદનામા આને એફિડેવિટ ના પ્રકાર

૧. સીધી લીટીના વારસદારો ના પેઢી આંબાનુ સોગંદનામું

આ સોગંદનામા માં સીધી લીટીના વારસદારો જે વાકે

પુત્ર પુત્રી પત્ની પુત્રવધુ પૌત્ર પૌત્રી વિગેરેનો સમાવેશ થાય છે જેઓને વારસદારની દ્રષ્ટિએ સીધી લીટીના વારસદારો માનવામાં આવે છે. 

સીધી લીટીના વારસદારોના પેઢી આંબા અંગેઅંગેનુ સોગંદનામુ યાને એફિડેવીટ અરજદાર પોતે અથવા તેના સીધીલીટીના વારસદારો 18 વર્ષથી ઉપરની વયના હોય તેવા પત્ની પુત્ર પુત્રી પુત્રવધુ પૌત્ર પૌત્રી કે અરજદાર પોતે કરી શકે છે

સીમ જમીનમાં વારસાઈ  હકક દાખલ કરવા માટેની સંપૂર્ણ વિગતવાર

૨. આડી લીટીના વારસદારો અંગેનો પેઢી આંબો નો સોગંદનામુ યાને એફિડેવીટ

  આડી લીટીના વારસદારો નો પેઢી આંબો કઢાવવા માટે આડી લીટીના વારસદારો જેવા કે ભાઈ ભાભી ભત્રીજા ભત્રીજી  વિગેરેનો સમાવેશ થાય છે. 

આડી લીટીના વારસદારોનો પેઢી આંબો કઢાવવા માટે આડી લીટીના વારસદારો પૈકી કોઈપણ 18 વર્ષથી ઉપરની વયના વ્યક્તિ સોગંદનામુ કરી શકે છે આ સોગંદનામું ભાઈ ભાભી ભત્રીજા ભત્રીજી વિગેરે માંથી કોઈપણ વ્યક્તિ કરી શકે છે. 

૩.ત્રાસી લીટી ના વારસદારો અંગેનો પેઢી આંબાનુ  સોગંદનામુ યાને એફિડેવીટ

  ત્રાંસી લીટી ના વારસદારો નો પેઢી આંબો મેળવવા માટે ત્રાંસી લીટી નો કોઈપણ વારસદાર સોગંદનામું કરી શકે છે અરજદાર અઢાર વર્ષની વયથી ઉપરનો હોવો જરૂરી છે ત્રાંસી લીટી ના વારસદારો માં માસી માસા મામા મામી ફઈબા ફુવા વગેરેના સમાવેશ થાય છે. 

 ત્રાંસી લીટી ના વારસદારો અંગેનું પેઢી આંબો મેળવવા માટે ત્રાંસી લીટી પૈકીનો કોઈપણ વારસદાર પેઢી આંબો મેળવવા માટે સોગંદનામુ કરી શકે છે. 

ઉપર મુજબના તમામ પ્રકારના પેઢી આંબાના સોગંદનામા યાને એફિડેવીટ કરવા માટે અરજદારનો પાસપોર્ટ સાઇઝસાઇઝના

ફોટાની એક કોપી તથા અરજદારના આધાર કાર્ડની એક કોપી ની  નોટરી સમક્ષ જરૂર પડે છે. 

ઉપર મુજબના તમામ પ્રકારના પેઢી આંબો મેળવવા માટે ના સોગંદનામા યાને એફિડેવીટ કરવા માટે અરજદારે પોતાના નામનો ૫૦ રૂપિયા નો નોન.જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઇસ્યુ કરવો પડે છે. 

pranshu zerox notary chuda surendranagar


ત્યારબાદ નોન.જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવામાં આવે છે આ સોગંદનામું થઈ ગયા બાદ અરજદારે તેને પોતાના રહેણાક વિસ્તારના ની હદમાં આવતા ગ્રામ પંચાયત કે નગરપાલિકાના જે તે તલાટી કે અન્ય સરકારી અધિકારીને રજુ કરવાનું રહે છે ત્યારબાદ તલાટી શ્રી દ્વારા કે જે તે અધિકારી દ્વારા પોતાની કચેરીના અથવા પોતાના સહી સિક્કા વાળી નકલમા અરજદારને ઉપર મુજબના પેઢીઆંબા નીનકલ ઇસ્યુ કરવામાં આવે છે. 

આપને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તેને આગળ શેર જરૂરથી કરશો જેથી અન્ય લોકોને પણ પેઢીઆંબા affidavit વિશે માહિતી મળી રહે.

ટિપ્પણીઓ નથી