Breaking News

સીમ જમીનમાં વારસાઈ હકક દાખલ કરવા માટેની સંપૂર્ણ વિગતવાર

સીમ જમીનમાં ખાતેદાર તરીકે નામ ધારણ કરનાર કોઈપણ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેઓના સીધી લીટીના આડી લીટીના કે ત્રાંસી લીટી ના વારસદારો દ્વારા અવસાન પામનાર વ્યક્તિના સીમ જમીન ખાતામાં વારસદારોના નામ ઉમેરવામાં આવે છે

Zerox, chuda, surendranagar, notary, land, purchege, varsai


સીમ જમીનમાં વારસાઈ હક દાખલ કરવા માટેની પ્રોસેસની વિગત

સીમ જમીનમાં વારસાઈ હકક દાખલ કરવા માટે ગુજરનાર વ્યક્તિના સીધી લીટીના આડી લીટીના કે ત્રાંસી લીટી ના વારસદારો પૈકી કોઈપણ એક વારસદાર જેની ઉંમર ૧૮ વર્ષથી ઉપરની હોય તેવા વારસદાર દ્વારા ૨૦૦ રૂપિયા ના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઉપર નોટરી રૂબરૂ કરનાર વ્યક્તિની સીમ જમીનમાં વારસાઈ હકક દાખલ કરવા માટેનુ સોગંદનામું યાને એફિડેવીટ નોટરી સમક્ષ હાજર રહીને કરવામાં આવે છે. 

વારસાઈ હક ના એફિડેવિટમાં ગુજરનાર વ્યક્તિની સીમ જમીન ની તમામ વિગત તથા વારસદારોની તમામ વિગત સીમ જમીન ના ખાતા નંબર ની વિગત તથા જમીનના રેવન્યુ સર્વે નંબર ની તમામ વિગત ટાંકવામાં આવે છે. 


સિમ જમીન વારસાઈ હકક દાખલ કરવાના સોગંદનામા કરવા માટે જરૂર પડતા ડોક્યુમેન્ટ ની વિગતવાર માહિતી

૧. વારસદારે પોતાના નામથી ઇશ્યૂ કરાવેલ 200 રૂપિયાનો નોન.જ્યુડિશિયલ સ્ટેમ પેપર

૨. વારસદાર નો પાસપોર્ટ સાઇઝના ફોટા ની નકલ

૩. વારસદારના આધાર કાર્ડની નકલ

૪. ગુજરનાર વ્યક્તિના સીમ જમીનના ૭/૧૨ ૮-અ ની નકલ

૫. ગુજરનાર વ્યક્તિનો મરણનો દાખલાની નકલ

૬. ગુજરનાર વ્યક્તિના    પેઢીઆંબાની નકલ

વારસાઈ હક માં નામ દાખલ કરવા માટે ગુજરનાર વ્યક્તિનો પેઢી આંબો તૈયાર કરાવવા માટે સોગંદનામુ ગુજરનાર વ્યક્તિના વારસદારો પૈકી 18 વર્ષથી ઉપરની વયના કોઈ પણ એક વારસદારે પોતાના નામનો 50 રૂપિયા નો non judicial નોન.જ્યુડિશિયલ સ્ટેમ પેપર ઇસ્યુ કર્યા બાદ નોટરી સમક્ષ રૂબરૂ હાજર રહીને ગુજરનાર વ્યક્તિના વારસદારો ની વિગત નો પેટી આંબાનું સોગંદનામુ યાને એફિડેવિટ કરવાનું રહે છે જેમાં ગુજરનાર વ્યક્તિના સીધી લીટીના આડી લીટીના કે ત્રાંસી લીટી ના વારસદારોની વિગત ટાંકવામાં આવે છે. 


ગુજરનાર વ્યક્તિના વારસદારોનો પેઢી આંબાનુ સોગંદનામું કરવા માટે જરૂર પડતાં ડોક્યુમેન્ટ્સ ની વિગતવાર માહિતી

૧. ગુજરનાર વ્યક્તિના વારસદારો પૈકી 18 વર્ષથી ઉપરની વયના વારસદારના નામે ઇસ્યુ કરવામાં આવેલો ૫૦ રૂપિયાનો નોન.જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર

૨. તમામ વારસદારોના આધાર કાર્ડની નકલ

૩. સોગંદનામુ કરનાર વારસદારના પાસપોર્ટ સાઇઝના ફોટા ની નકલ

૪. ગુજરનાર વ્યક્તિના મરણના પ્રમાણપત્રની નકલ

   ઉપર મુજબની વારસદાર દ્વારા પ્રક્રિયા પૂરી કર્યા બાદ પેઢી આંબો અંગેના સોગંદનામા ને પોતાના રહેણાંક વિસ્તારની ગ્રામ પંચાયત કે નગરપાલિકાના તલાટી શ્રી દ્વારા કે અન્ય નિમાયેલા જે તે અધિકારીને પેઢીઆંબો અંગેનું સોગંદનામું રજુ કરવાનું રહે છે ત્યારબાદ જે તે અધિકારી દ્વારા વારસદારને પોતાના કે પોતાની કચેરીના સહી સિક્કા વાળા પેઢીઆંબા ની નકલ આપવામાં આવે છે. 

  ઉપર મુજબની પ્રક્રિયા વારસદાર દ્વારા પૂર્ણ કર્યા બાદ વારસાઈ હક માટે વારસાઈ નોંધ ઇ-ધરા શાખામાં કે અન્ય શાખામાં દાખલ કરાવવા માટે ની એન્ટ્રી તૈયાર કરવામાં આવે છે. 

Zerox, chuda, surendranagar, notary, land, purchege, varsai

સીમ જમીનમાં વારસાઈ હક દાખલ કરવા માટે એન્ટ્રી માં જરૂર પડતા ડોક્યુમેન્ટ્સ ની વિગતવાર માહિતી

૧.ગુજરનાર વ્યક્તિનુ  વારસાઈ હકક નું સોગંદનામું

૨.તલાટીશ્રી અથવા જે તે અધિકારી શ્રી એ આપેલા બેઠી આંબાની ઓરીજનલ નકલ

૩. ૭/૧૨ ના ઉતારાની નકલ

૪. ૮-અ ની નકલ

૫. ગુજરનાર વ્યક્તિના મરણ અંગેના પ્રમાણપત્ર ની પ્રમાણિત નકલ

૬. ૧૩૫/ડી ની નોટિસ તથા અરજી ફોર્મ

વારસાઈ હક દાખલ કરવા માટે વારસદારોની વિગત દર્શાવતુ અરજી પત્રક તૈયાર કરવાનો રહે છે જેમાં તમામ વારસદારોના નામ સરનામાં ની વિગત તથા સીમ જમીનમાં ગુજરનાર વ્યક્તિના સહિત હજારોની નામ સરનામાની વિગત દર્શાવવામાં આવે છે ત્યારબાદ એન્ટ્રીને જેતે કચેરીની શાખામાં આગળની પ્રોસેસ માટે વારસદારોના નામ દાખલ કરાવવાની પ્રક્રિયા માટે સબમિટ કરવામાં આવે છે ત્યારબાદ જે તે કચેરી દ્વારા વારસદારોને તથા ગુજરનાર વ્યક્તિના સીમ જમીનના ખાતામાં ચાલતા સહ હિસ્સેદારો ને નોટીસ મોકલવામાં આવે છે જો આ પ્રક્રિયા દરમ્યાન તેઓને આ વારસાઇ નોંધ સામે કોઈપણ પ્રકારનો વાંધો હોય તો તે વાંધો રજૂ કરવાને હકદાર રહે છે.

3 ટિપ્પણીઓ:

  1. ૧૯૫૩ માં ખેડૂત નું અવસાન થયું હોય તો તેમની ખેતી ની જમીન માં તેમની પુત્રીઓના નામ વારસાઈ હક્કથી હાલની પરિસ્થિતિમાં દાખલ કરી શકાય, પેઢીનામું હોય તો?

    જવાબ આપોકાઢી નાખો
  2. શું અપરિણીત ભાઇ ના કિસ્સામાં તથા માતા પિતા હૈયાત ન હોય તો ભાઇ વારસાઈ એન્ટ્રી માટે અરજી કરી શકે અને ત્યારે રેવન્યુ તલાટી નો પેઢી આંબો હોય તો પણ succession સરટી ની જરૂરત પડે

    જવાબ આપોકાઢી નાખો
  3. અમારી જમીન ઉપર ભાઈએ અમારું નામ કાદી મુકું છે તો પાછું નામ નાંખવા માગું છું તો શું કરવું જોઇએ

    જવાબ આપોકાઢી નાખો