Breaking News

NYTએ કહ્યું- મોદીના સંભવિત અનુગામી યોગી ફરી જીત્યા; PAK મીડિયાએ કહ્યું- 2024નાં પરિણામોની ઝલક મળી ગઈ

 

ભારતનાં પાંચ રાજ્યનાં ચૂંટણી પરિણામોના સમાચાર સરહદ પાર પણ હેડલાઈન્સ બનાવી રહ્યા છે. આપણા પાડોશી દેશો પાકિસ્તાન અને નેપાળ ઉપરાંત અમેરિકાના મીડિયા પણ આ પરિણામોને કવરેજ આપી રહ્યાં છે. બોટમ લાઇનની વાત કરીએ તો મોટા ભાગનાં વિદેશી મીડિયા એને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા અને તેમની રાજકીય શક્તિ સાથે જોડીને જોઈ રહ્યાં છે. સૌથી વધુ ચર્ચા ઉત્તરપ્રદેશનાં પરિણામો અંગે થઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતને નેપાળમાં વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

એક્સપ્રેસ ટ્રિબ્યુનલ (પાકિસ્તાન)
આ સમાચાર પત્રએ પોતાની વેબસાઈટ પર લખ્યું, ઉત્તરપ્રદેશ ભારતનું સૌથી મોટું રાજ્ય છે અને અહીં વિજયનો અર્થ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો ધ્યાનથી જોઈએ તો ખબર પડે છે કે ભારતની જનતાનો મિજાજ શું છે. એવું પણ કહેવામાં આવી શકે છે કે આગામી સામાન્ય ચૂંટણીનાં પરિણામનો અંદાજ લગાવવો સરળ થઈ ગયો છે. મોદીની ભારતીય જનતા પાર્ટીએ 403માંથી 250થી વધુ બેઠક જીતી છે. યુપી ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠી કહે છે- આ બહુ મોટી જીત છે.

ટિપ્પણીઓ નથી