Breaking News

સ્વાદ શોખીનો ના સ્વાસ્થ્ય સાથે ચેડા:રાજકોટમાં ૐ બ્રાન્ડથી વેચાતા વોશિંગ પાઉડરની ગાંઠિયા અને ભજિયાંમાં ભેળસેળની પોલ ખૂલી, ફુડ ના નમૂના લેવાયા

 સ્વાદ શોખીનો ના સ્વાસ્થ્ય સાથે ચેડા:રાજકોટમાં ૐ બ્રાન્ડથી વેચાતા વોશિંગ પાઉડરની ગાંઠિયા અને ભજિયાંમાં ભેળસેળની પોલ ખૂલી, ફુડ ના નમૂના લેવા મા આવ્યા

helth

વાણિયાવાડી મેઇન રોડ પર 15 ધંધાર્થી પર આરોગ્યના દરોડા, 4ને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાઆવી

ગુજરાત,Gujarat

દીપ રેસ્ટોરન્ટમાંથી 19 કિલો વાસી ખોરાક મળ્યો, જેનો સ્થળ પરજ નાશ કરવામાં આવ્યો. 

રાજકોટમાંથી આયુર્વેદિક ઔષધીઓના જુદા જુદા ઇમ્યુનિટી બુસ્ટર પાવડર ડ્રગ વિભાગની માન્યતા વગર વેંચવાનું કારસ્તાન આજે મહાપાલિકાએ પકડી પાડયું છે. આ અંગે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે, વૈદવાડી, જયંત કે.જી. મેઇન રોડ પર આવેલ અભિનવ સ્ટોર્સ નામની પેઢીમાં આરોગ્ય શાખાએ દરોડો પાડતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. જ્યાં જુદા જુદા રોગમાં ઇમ્યુનિટી વધારવાના નામે ભેળસેળીયા પાવડરનું ઉત્પાદન થાય છે. આ જગ્યાએથી ફરસાણ બનાવવા માટે વોશિંગ સોડાના પેકીંગ વેચવાનો ધંધો પણ પકડાયો છે. અને 80 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.જ્યાં માત્ર ધો.12 અને ધો.9 ભણેલા આરોપીઓ દ્વારા ૐ બ્રાન્ડથી વેચાતા વોશિંગ પાઉડરનો ઉપયોગ રાજકોટમાં ભજીયા અને ગાઠિયા બનાવવામાં થાય છે. આ પેઢીના માલિક અશ્વિન પરષોતમભાઈ મજેઠીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે.તપાસમા અન્ય હાનિકારક પ્રોડક્ટ પણ મળી આવીછે.

મનપા,રાજકોટ

  આ ઉપરાંત તેમની અન્ય બ્રાન્ડ અભિનવ બ્રાન્ડથી જુદી જુદી આયુર્વેદિક ઔષધિઓનાં પેક્ડ પેકેટ તૈયાર કરી જાહેર જનતાને ગેરમાર્ગે દોરાય એવા લેબલ, જેવા કે, સ્પેશિયલ ઇમ્યુનિટી બૂસ્ટર, ડાયાબિટીસ માટેનું ચૂર્ણ, 50+ એનર્જી પાઉડરનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવતું હતું, જેમાં લેબલ પર રોગોમાં ઉપયોગ કરવા માટે મેડિસિનલ હેલ્થ અંગેના દાવા કરવામાં આવેલા હતા, જેમ કે પાચન માટે, શરદી ઉધરસ માટે, પારકિન્સ માટે, પ્રોસ્ટેટ અને વૃદ્ધાવસ્થામાં થતા રોગો માટે ઉપયોગી હોવા અંગે. તમામ પેકેટ પર 100% આયુર્વેદિક દર્શાવાયું હતું તેમજ આયુર્વેદિક પ્રોડક્ટ માટે જરૂરી લાઇસન્સ નંબર દર્શાવેલો નહોતો.

આ ઉપરાંત પેકેટ પર વેજિટેરિયન સિમ્બોલ અને પોતે ઉત્પાદક તરીકેનું ફૂડ લાઇસન્સ ધરાવતા ન હોવાથી પોતાનો રિટેલ દુકાનનો ફૂડ લાઇસન્સ નંબર દર્શાવી ગેરરીતિ કરી છે.તેમજ ૐ બ્રાન્ડના નામથી અખાદ્ય સોડા અને વોશિંગ સોડાનાં નાનાં પેક તૈયાર કરી ભજિયાં, ગાંઠિયા જેવી ખાદ્ય ચીજોમાં ઉપયોગ કરવા જણાવાયું છે તેમજ લેબલ પર ફરસાણના ફોટોગ્રાફ છાપેલા છે. આ મુદ્દે આરોગ્ય શાખા દ્વારા અભિનવ એનર્જી પાઉડર (50 gm pack) અને અભિનવ ડાયાબિટીસ માટેની ફાકી (100 gm pack)ના નમૂના લેવામાં આવ્યા છે.

આ સાથે શહેરના વાણિયાવાડી મેઇન રોડ પર 15 ધંધાર્થીને ત્યાં આરોગ્ય શાખા ત્રાટકી હતી, જ્યાં દીપ રેસ્ટોરન્ટના ફ્રિજમાં સંગ્રહ કરેલો વાસી મંચુરિયન, સાંભાર, બાંધેલો લોટ, બાફેલા બટેટા, સંભારો મળી કુલ 19 કિલો વાસી અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો તથા લાઇસન્સ બાબતે નોટિસ આપી છે. આ ઉપરાંત ધનંજય કિરાણા ભંડાર, જે માર્ટ અને અરુણા ટીને પણ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી